શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ

રાજકોટના વિકાસના શિલ્પી અને સ્વપ્નદૃષ્ટા, ભૂતપૂર્વ ધારાસભ્ય, મેયર, સમાજિક તેમજ રાજકીય અગ્રણી અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના પ્રમુખ અરવિંદભાઈ મણીઆરની સ્મૃતિમાં તેઓએ પ્રગટાવેલી સેવા અને સમર્પણની જ્યોતને પ્રજ્વલિત રાખવા, લોકકલ્યાણ માટેની તેમની ભાવનાઓને અનુરૂપ વિવિધ પ્રકારની સમાજોપયોગી તેમજ સેવાકીય પ્રવૃત્તિ ના ઉદ્દેશ અને કાર્યો કરવાના ધ્યેય સાથે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની રચના ઓક્ટોબર ૧૯૮૩ થી કરવામાં આવી. સ્થાપનાથી આજ સુધી ટ્રસ્ટ દ્વારા સામાજીક કાર્યોના વિવિધ પ્રકલ્પો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.

Image

અમારા મુખ્ય ઉદ્દેશો

  1. સાર્વજનિક દવાખાના, મેડિકલ સેન્ટર, નિદાન-સારવાર કેન્દ્ર સ્થાપવા નવા નિર્ધાન થો ધોજવા, ફરતું દવાખાનું ચલાવવું &તેમજ જરૂરિયાતવાળા દર્દીઓને તાઓમાં આર્થિક મદદ કરવી.
  2. આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સ્વરોજગારી મળી રહે તે માટે તાલીમ આપતી, સ્વરોજગારી કેન્દ્રો ચલાવવા તેમજ સ્વરોજગારી માટે મદદ કરતી
  3. સામાજિક રીતે પછાત તેમજ નબળા વર્ગના લોકો માટે તેમનું જીવનધોરણ ઊંચું લાવવા પ્રવૃત્તિઓ તથા પ્રકલ્પો હાથ ધરવા અને મદદરૂપ થવું.
  4. સાહિત્યક્ષેત્રે, લલિતકલા ક્ષેત્રે, વિજ્ઞાનક્ષેત્રે તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રવૃત્તિઓ કરવી તેમજ આ અંગે પરિસંવાદો યોજવા તથા વ્યાખ્યાનમાળા, સ્મૃતિગ્રંથનું આવોજન કરવું તેમજ સ્પર્ધાઓ વીજવી.
  5. બાળઉછેર તેમજ વિકાસકેન્દ્રો ચલાવવા બાળકોના શારીરિક, માનસિક વિકાસ અને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી.
  6. શારીરિક શિક્ષણનો ફેલાવો કરવો અને તેમાં મદદ કરવી. તેમજ તેને પોષક કાર્યક્રમો કરવા રમતગમત સ્પર્ધાઓ યોજવી સમાજમાં શૈક્ષણિક વિકાસ અર્થે શિશુમંદિર શાળાઓ, માધ્યમિક શાળાઓ, મહાશાળાઓ મહાવિદ્યાલયો, ટેકનિકલ સ્કૂલો, સઘન શિક્ષણ માટેના અભ્યાસવર્ગો, વર્કશોપો, પુસ્તકાવો બુક બૅન્ક, હૉસ્ટેલ સ્થાપતી, ચલાવવી તથા ચાલ સંસ્થાને મદદ કરવી અને સંશોધનને લગતા કાર્ય હાથ ઘરવા
  7. ટ્રસ્ટના રીક્ષણિક અને સામાજિક અભ્યાસોને ધ્યાનમાં રાખી ઉત્તેજન મળે તે માટે ઇનામો આપવા
  8. કુદરતી આફત સમયે જરૂરિયાતવાળા લોકોને, સંસ્થાને દરેક પ્રકારની મદદ કરવી.
  9. શ્રી વિકાસગૃહો, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, સદાવ્રત કેન્દ્રો વગેરે હાલ કાર્યરત સંસ્થાઓને કરવું. મદદરૂપ થવું તથા જરૂર પડ્યે આવી સંસ્થાઓ શરૂ કરવી અને તેનું સંચાલન
  10. સામાજિક હેતુ ધરાવતી બીજી સંસ્થાઓને મદદ કરવી