<   વિજ્ઞાન ક્ષેત્રે :

ઈલેક્ટ્રીકલ વ્યવસાયલક્ષી હુન્નરશાળા

         આજના કાળમાં શિક્ષણ માટેની જાગૃતિ સમાજના તમામવર્ગમાં આવી છે. પરંતુ યુનિવર્સિટીની પદવી પ્રાપ્ત કર્યા પછી સરકારી નોકરી બધાને મળતી નથી. યુનિવર્સિટીની પદવી પ્રાપ્ત કર્યા પછી અથવા કોઈ પણ કારણોસર અભ્યાસ પૂરો કરી શકેલ નથી એવા યુવાનો બિન- સરકારી નોકરીમાં સામાન્ય પગારમાં લાચારી અને મોહતાજી અનુભવે છે. પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે આર્થીક રીતે સક્ષમ નથી. આવા તમામ યુવાનોને આત્મનિર્ભર બનાવવા, ટુંકા ગાળાની વ્યવસાયલક્ષી ટેક્નીકલ તાલીમ આપીને સ્વરોજગારથી પગભર બનાવવાના ઉદ્દેશથી “ઈલેક્ટ્રીકલ વ્યવસાયલક્ષી હુન્નરશાળા” માં રોજીંદા ઘરવપરાશના ઇલેક્ટ્રિક સાધનોની માવજત તથા રીપેરીંગ સરળતાથી શીખવવામાં આવે છે.

         આ બધા સાધનોનું રીપેરીંગ શીખવાના અભ્યાસક્રમો ખાનગી ટેકનીકલ સંસ્થાઓ અથવા સરકારી ટેકનીકલ સંસ્થાઓમાં ચાલે જ છે, પરંતુ ખાનગી સંસ્થાઓમાં ખુબજ તગડી ફી ભરવી પડે અને સરકારી ટેકનીકલ સંસ્થાઓમાં પ્રેક્ટીકલ જ્ઞાન-અનુભવ મળતા નથી. માત્ર ટોકન દરમાં થીયરીનું જ્ઞાન અને પ્રેકટીકલની કુશળતા બન્ને સાથે પ્રાપ્ત થશે. જેને કારણે યુવાનો કુશળ કારીગર બનશે, અત્મનિર્ભર બનીને સ્વરોજગારીથી પગભર થઇ શકશે.

કોન્ટેક્ટ ડીટેઈલ્સ


          ફોન : ૯૩૭૫૭૦૧૨૧૩
         સ્થળ : પ્લેનેટોરીયમ પાસે, રેસ કોર્સ, રાજકોટ.


અરવિંદભાઈ મણીઆર ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

          આજનો યુગ એટલે સેટેલાઈટ, કોમ્પ્યુટર, લેપટોપ ને મોબાઈલનો યુગ કહેવાય. રાજકોટના લોકો શ્રી અરવિંદભાઈ મણીઆરને દીર્ઘ દૃષ્ટિ ધરાવતા 'મૂલ્યોના માનવી' તરીકે જાણે છે, જેમને ટેક્નોલોજી પ્રત્યે ખુબજ આદર હતો. તેમનો સ્પષ્ટ મત હતો કે ટેક્નોલોજી દ્વારા સામાજીક અને આર્થિક લાભના ફળ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા જોઈએ. આજથી ૨૦ વર્ષ પહેલા કોમ્પ્યુટરના વ્યાપની શરુઆત થઇ એ સમયે 'અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ' અને 'રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન'ના સક્રિય સમર્થન તથા નાણાંકીય સહાયથી અરવિંદભાઈ મણીઆર ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીની સ્થાપના તા. 12 - 10 - 1999 ના રોજ રેસકોર્સનાં પ્લેનેટોરીયમ બિલ્ડીંગમાં કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા શરુ કરેલ કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્સ્ટીટ્યુટ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં આઈ.ટી. ક્રાંતિ લાવવા માટે સમર્પિત મોડેલ સંસ્થા છે. જેમાંથી શિક્ષણ મેળવી આજે હજારો વિદ્યાર્થીઓ પગભર થઇ પોતાના પરિવારને અને જુદી જુદી સંસ્થાઓમાં ઉપયોગી થયા છે.