<   આરોગ્ય / સ્વાસ્થ્ય :

ગીર ગાય પ્રોજેકટ

         અસલ ગીર ઓલાદની ગાયના દૂધનો ઉપયોગ નાગરિકોમાં વધતો જાય છે. ગાયનું દૂધ અનેક રીતે ગુણકારી હોવાનું વૈજ્ઞાનિક સંશોધનોથી પુરવાર થયું છે. ઉચ્ચ ગીર ઓલાદની ગાયો ધરાવતા માલધારીઓ પાસેથી ટ્રસ્ટ નિયમ ધોરણો (સ્ટાન્ડર્ડ) પ્રમાણેનું દૂધ ખરીદ કરી કરશે. માલધારીઓ ગાયોનો યોગ્ય ઉછેર કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. એકત્ર થયેલ દૂધ આધુનિક પ્લાન્ટમાં પ્રોસેસ થઇ, રાજકોટના શહેરીજનોને પહોંચાડવામાં આવશે. દૂધવિતરણનો પહેલો તબક્કો (દૂધ-ઘી-છાસ) એપ્રિલ-2019 થી કાર્યરત બન્યો. બીજા તબક્કામાં માખણ, પનીર, લસ્સી વગેરે વ્યાજબી કીંમતે નાગરિકોને પૂરા પાડવા ટ્રસ્ટે આયોજન કરેલ છે.

Click Here to view Gir Gold Products


ચક્ષુદાન સંકલ્પ અભિયાન

         અરવિંદભાઈ ત્રીજી પુણ્યતિથિ, તા.૦૭.૦૯.૧૯૮૬ થી જન્મજયંતી તા.૦૫.૧૦.૧૯૮૬ દરમિયાન ચક્ષુદાન સંકલ્પ અભિયાન અને અકસ્માત નિવારણ ઝુંબેશનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ગ્રીનલેન્ડ ચોકડી પાસે, શહેરના પોલીસ કમિશનર ભટ્ટાચાર્યજીએ વાહનોને રીફ્લેકટર લગાડી ઝુંબેશનો આરંભ કરાવ્યો હતો.

         આ પ્રસંગે ટ્રસ્ટના સ્વયંસેવકોએ રીફ્લેકટર વગરના વાહનોમાં રીફ્લેક્ટર લગાડવાની કામગીરી કરી હતી. વાહનની જમણી હેડલાઈટ ઉપર પીળી પટ્ટી કરવી ફરજીયાત હોવાથી, ટ્રસ્ટ તરફથી વાહનોની હેડલાઈટ પર પીળા પટ્ટા પણ કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટ તરફથી હાથ ધરવામાં આવેલ સામાજીક જવાબદારીના એક હિસ્સારૂપે ચક્ષુદાન સંકલ્પ અને અકસ્માત નિવારણ અભીયાનનું આયોજન થયું હતું.


તિબેટિયન સાઉન્ડ હિલિંગ થેરાપી

         ટ્રસ્ટ દ્વારા દર મહિનાની 1લી તારીખે આ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવતું હતું. સાઉન્ડ હિલિંગ થેરાપી એ તિબેટિયન પદ્ધતિ છે જેમાં સાત ધાતુના બનેલા સીંગીંગ બાઉલ દ્વારા સારવાર આપવામાં આવે છે. સાઉન્ડ હિલિંગ સારવાર પદ્ધતિ માઈગ્રેન, ડિપ્રેશન, અર્થરાઈટીસ, પેરાલીસીસ, કેન્સર, માથાનો દુઃખાવો જેવા અનેક રોગોમાં ખુબજ ઉપયોગી છે.આ ઉપરાંત ગર્ભ સંસ્કાર, ધ્યાન માટે પણ આ થેરાપી નો ઉપયોગ કરવામાં આવે છે. સાઉન્ડ થેરાપીમાં સૂરના તરંગો દ્વારા શારીરીક, માનસિક તેમજ અધ્યાત્મિક સ્તરે અસરકારક પરિણામો પ્રાપ્ત થાય છે.

         આ પ્રાચીન હિલિંગ સીસ્ટમ છે અને જર્મની, અમેરિકામાં ફક્ત ઑલ્ટરનેટ થેરાપી તરીકે નહીં પણ કોમ્પ્લીમેન્ટરી થેરાપી એટલે કે એલોપેથી ટ્રીટમેન્ટની સાથે સાઉન્ડ થેરાપી પણ આપવામાં આવે છે, જેથી પેશન્ટ ખુબજ ઓછા સમયમાં ખુબજ સારા પરિણામો મેળવે છે. સાઉન્ડ થેરાપી દ્વારા ફક્ત 6 થી 7 મીનીટમાં બ્રેઈન બીટામાંથી આલ્ફા વેવમાં શિફ્ટ થાય છે, જે ઊંઘ દરમિયાન અપણે અનુભવીએ છીએ. આ વેવ શિફ્ટના કારણે આપણી સેલ્ફ હિલિંગ સીસ્ટમ કાર્યરત થાય છે. અને બ્રેઈન શાંત થાય તેવા કેમિકલ રીલીઝ કરે છે અને શરીરના કોષોમાં તે પહોંચાડે છે. તેથી સાઉન્ડ હિલિંગ મેડીટેશન પછી ખુબજ શાંતિનો અનુભવ થાય છે. આ સંપૂર્ણ પદ્ધતિ સાઉન્ડ હિલર જિજ્ઞાસાબેન કુલકર્ણી, યોગ અને સાઉન્ડ હિલર તરીકે દેશ વિદેશમાં પોતાની સેવા આપે છે.


તુજ તારો તારણહાર

         આજના ભૌતિક યુગમાં અલગ-અલગ રોગના દર્દીઓ તથા નવા-નવા રોગ વધતા જાય છે. બાહ્ય પર્યાવરણના વિવધ પરિબળો દ્વારા આપણા શરીરની તંદુરસ્તી જોખમાય છે. હૃદયરોગ, કેન્સર, સાંધાના રોગ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ડિપ્રેશન જેવા રોગ સામાન્ય બની ગયા છે. આપણી આધુનિક રહેણીકરણી તથા આહારની ટેવ પણ કેટલાક રોગોને નિમંત્રણ આપે છે. શરીરની તંદુરસ્તી જાળવવી દરેક વ્યક્તિના હાથની વાત છે. તે કેવી રીતે જાળવી શકાય તેનું યોગ્ય દિશાસૂચન કરવાનો પ્રકલ્પ અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી હાથ ધરવામાં આવ્યો છે.

         ડો. હર્ષદભાઈ પંડિત આ કાર્યક્રમમાં શરીરની સુચારુ માવજત કરવાના મૂળભૂત સિદ્ધાંતો સરળ ભાષામાં લોકોને સમજાવે છે. તા. ૧૧.૧૨.૨૦૧૧ થી આ પ્રોજેક્ટનો આરંભ થયો છે. ‘વિનામૂલ્યે સમ્પૂર્ણ તન્દુરસ્તી તમારા હાથમાં' અને આધુનિક જિંદગી જીવવાની જડીબુટ્ટી' આ પ્રકલ્પના સુત્રો છે. કાર્યક્રમને અંતે પ્રશ્નોત્તરી થાય છે. ટ્રસ્ટ તરફથી ઉપરોક્ત કાર્યક્રમો નિશ્ચિત સમયાંતરે યોજાય છે. તદુપરાંત ડો. હર્ષદભાઈ પંડિતની 'આરોગ્યકથા' નું પણ ટ્રસ્ટ તરફથી આયોજન થાય છે. ડો. પંડિત ‘સહજભારતી’ સંસ્થા સાથે સંકળાયેલા છે. માતૃભાષા ગુજરાતીનો પ્રચાર અને લોકોને આરોગ્યવિષયક જાણકારી આપવી – એ બે બાબતો ઉપર તેઓ સતત કાર્યરત છે.

ડો. હર્ષદભાઈ પોતાના વક્તવ્યમાં જણાવે છે “તંદુરસ્તીની અવગણના નુકસાનકારક છે. બીમારી મનની છે કે તનની તે નક્કી કરવું જરૂરી છે.”

         તા. ૦૫.૦૩.૨૦૧૬ ના રોજ, અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ અને અપના બજારના સંયુક્ત ઉપક્રમે ‘દવા વિના કાયાકલ્પ કરી તંદુરસ્ત બનો' એ વિષય ઉપર ડો. હર્ષદભાઈનો સેમિનાર રાજકોટ ખાતે યોજાયો હતો. ક્યા ખોરાકમાંથી શું-શું પ્રોટીન મળી રહે ? વધારાનું પ્રોટીન શું નુકસાન કરે તેની માહિતી ડો. હર્ષદભાઈએ આપી હતી. તેમને કહ્યું : ‘કોલેસ્ટ્રોલને ઓગાળવા આપણા શરીરનું ઉષ્ણતામાન જ પર્યાપ્ત છે.”

         ડો. હર્ષદભાઈ પંડિત રાષ્ટ્રભાવના ધરાવતા સમાજસેવી છે. સરકારી ફરજમાંથી નિવૃત્ત થયા બાદ પોતાનો સમય સમાજમાં સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ કેળવાય તે માટે આપી રહેલ છે. દેશના સૈનિકોના રાહત ભંડોળમાં પણ ડો. હર્ષદભાઈએ માતબર રકમ રાજકોટ જીલ્લા કલેક્ટરને એનાયત કરી હતી. તા. ૧૮.૦૩.૨૦૧૭ ના દિવસે ડો. પંડિતનો 'કેન્સર એટલે કેન્સલ નહીં' વિષય પર માર્ગદર્શક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ બન્ને કાર્યક્રમો અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ અને અપના બજારના સંયુક્ત ઉપક્રમે યોજાયા હતા.

         કેન્સર થવાના કારણો, કેન્સર થયું હોય તો શું તકેદારી લેવી વગેરેની વિસ્તૃત માહિતી ડો. પંડિતે વક્તવ્ય અને બાદમાં પ્રશ્નોત્તરી સમયે આપી હતી. તેમણે રોજીંદા જીવનમાં ખોરાક ઉપર ભાર મુક્યો હતો.


તિબેટીયન સારવાર પદ્ધતિ

         તા. ૨૧.૦૪.૨૦૦૩ થી તા.૦૨૭.૦૪.૨૦૦૩ દરમિયાન, વિવિધ રોગોમાં અસરકારક પુરવાર થયેલી તિબેટીયન સારવાર પદ્ધતિનો અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ યોજાયેલ હતો. ધર્મશાળા (હિમાચલ પ્રદેશ) ના મેન-ત્સી-ખંગ તિબેટિયન મેડિકલ અને એસ્ટ્રોલોજિકલ સંસ્થાના લામા ડોકટરો દ્વારા કરવામાં આવતી તિબેટિયન સારવારનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, કચ્છના દર્દીઓએ લીધો હતો. કેન્સર, લોહીના દર્દો, સંધિવા, દમ, ડાયાબિટીસ, થેલેસેમિયા, નસોનો દુખાવો, પાચનતંત્રમાં તકલીફ, લીવર-કિડનીમાં તકલીફ, સ્પોન્ડીલાઈટીસ જેવા રોગો માટે તિબેટિયન સારવાર પદ્ધતિનો ઘરઆંગણે લાભ 2200 જેટલા દર્દીઓએ સપ્તાહ દરમિયાન લીધો હતો. રાજકોટ ખાતે યોજાયેલ આ કેમ્પમાં આયોજક સંસ્થાનું આયોજન નોંધનીય રહ્યું હતું.

         કેન્સર, લોહીના દર્દો, સંધિવા, દમ, ડાયાબિટીસ, થેલેસેમિયા, નસોનો દુખાવો, પાચનતંત્રમાં તકલીફ, લીવર-કિડનીમાં તકલીફ, સ્પોન્ડીલાઈટીસ જેવા રોગો માટે તિબેટિયન સારવાર પદ્ધતિનો ઘરઆંગણે લાભ ૨૨૦૦ જેટલા દર્દીઓએ સપ્તાહ દરમિયાન લીધો હતો.

રાજકોટ ખાતે યોજાયેલ આ કેમ્પમાં આયોજક સંસ્થાનું આયોજન નોંધનીય રહ્યું હતું.


સ્વાઈન ફ્લુ શું છે ?

         ૨૦૧૫ ના જાન્યુઆરીથી માર્ચ માસ દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સ્વાઈનફ્લૂનો રોગચાળો વ્યાપક બન્યો હતો. ઠંડીના કારણે આ રોગનો ફેલાવો ઝડપથી થતો હતો. અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. તરફથી સ્વાઈન ફ્લૂ બારામાં લોકજાગૃતિ કેળવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. રોગના લક્ષણો, તેનાથી બચવા શું કરવું, શું ન કરવું વગેરે મુદ્દાઓનો બહોળો પ્રચાર કરવા માટે પેમ્ફ્લેટ અને જાહેર સ્થળોએ બેનર લગાવવામાં આવ્યા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ની દરેક શાખાઓ ઉપર લોકજાગૃતિ માટે પ્રચાર-પ્રસાર થતો હતો. બેંક તરફથી હોમિયોપથી દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

         ‘સ્વાઈન ફ્લૂ’ શું છે? તેનાથી ડરવાની જરૂર છે? વિષય ઉપર જામનગરની આયુર્વેદ યુનીવર્સિટીના કુલપતિ ડો. રાજેશભાઈ કોટેચાનું જાહેર પ્રવચન તા.૧૮.૦૨.૨૦૧૯ ના યોજાયું હતું. ઉપરોક્ત બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ જાહેર વાર્તાલાપ-પ્રશ્નોત્તરી કાર્યક્રમના પ્રમુખસ્થાને શ્રી જ્યોતીન્દ્રભાઇ મહેતા હતા.

         આ પૂર્વે તા. ૧૪.૦૨.૨૦૧૫ ના દિવસે સ્વાઈન ફ્લૂ અંગે ડો. બી. એમ. હેગડેની વિડિયો કોન્ફરન્સ ‘અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય' માં યોજાઈ હતી. બેંગ્લોરના ડો. હેગડે આ વિષયના નિષ્ણાત ડોકટર છે.


કાયાકલ્પ સેમીનાર

દવા વિના કાયાકલ્પ કરી તંદુરસ્ત બનો”

         શ્રી અરવિંદભાઈ જનકલ્યાણ ટ્રસ્ટ અને અપના બજાર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૦૫.૦૩.૨૦૧૬ ના રોજ રાષ્ટ્રીય આરોગ્યના ભેખધારી શ્રી ડો. હર્ષદભાઈ પંડિત નો એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં જાતે યુરીનનો ટેસ્ટ, નિદાન અને ખોરાક દ્વારા ઉપાય કરી તંદુરસ્ત રહેવા અંગેનું માર્ગદર્શન આપેલ હતું. આ કાર્યક્રમથી સાંધાના દુખાવા, પથરી, પેશાબના રોગ, હાડકા નબળા પડવા વગેરેના ઉપચાર ઉપરાંત બી.પી., હૃદયરોગ, ડાયાબિટીસ, વગેરે માં રાહત મેળવવી અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન શ્રી અરવિંદભાઈ મણીઆર હોલ જયુબેલી ગાર્ડન, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં પ્રમુખ સ્થાને માં. ડો. જયંતિભાઈ ભાડેસીયા તેમજ અતિથી વિશેષ અરુણભાઈ દવે હાજર રહ્યા હતા.