<   કુદરતી આફત સમયે રાહત :

૨૦૦૧ માં ભૂકંપગ્રસ્તો ને સહાય

         ઇ.સ. ૨૦૦૧ની 26મી જાન્યુઆરીએ ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપબાદ, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અને શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મોરબી- માળિયા વિસ્તારમાં રાહત કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા. ભૂકંપ અસરગ્રસ્ત બનેલા મોરબી નજીકના જીવાપર ગામના પુનઃનિર્માણ માટે ભૂમિપૂજન પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન ડો. પી. વી. દોશી, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડો. વલ્લભભાઈ કથીરીયા, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર, પ્રવીણભાઈ મણીઆર અને ટ્રસ્ટના કાર્યકરો હાજર રહ્યા હતા. મોરબી માળિયા જીલ્લાના ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ કથીરીયા સાહેબ સાથે અજન્તા ગ્રુપના સ્થાપક શ્રી ઓ. આર. પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ભૂકંપ પીડિત વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા અને રાજકોટ નાગરિક સહકારી બેંકના સહયોગથી રાહત કાર્યો શરુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યો કરવાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ હતું.


૨૦૨૧ માં કોવીડ મહામારી વખતે રાજકોટમાં કરેલ સહાય

" શતમ્ આયુર્વેદિક કોવીડ કેર સેન્ટર "

         ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ચરક, સુશ્રુત, નાગાર્જુન સહિતના અનેક પ્રાચીન વૈદ્યોએ આજથી હજારો વર્ષો પહેલા અમુલ્ય જડીબુટીઓ તેમજ સારવાર પદ્ધતિની શોધ કરી હતી. તેના માધ્યમથી જે તે કાળના સેંકડો લોકોની સારવાર કરવામાં આવી હતી.

         ઇ.સ. ૨૦૨૦નું વર્ષ સમગ્ર વિશ્વ માટે કઠીન રહ્યું. કોરોના વાઇરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો અને લાખો લોકો તેને કારણે મૃત્યુ પામ્યા. કોરોનાની સારવાર ઘણી ખર્ચાળ છે અને એલોપેથીમાં મર્યાદિત સારવાર ઉપલબ્ધ છે. જયારે આયુર્વેદમાં કોરોનાની સારવાર માટે વિવિધ ઔષધિઓ મળી શકે છે. ટ્રસ્ટના માધ્યમથી ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ના દિવસે ભારતના સર્વપ્રથમ નોન- ગવર્મેન્ટ અને આયુષ મંત્રાલય તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય આયુર્વેદિક કોવીડ કેર સેન્ટર રાજકોટમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા આર.એસ.એસ. ના ભાગૈયાજીએ વર્ચ્યુઅલ રીતે ઉદ્દઘાટન કર્યું. રાજકોટમાં એરપોર્ટ રોડ ઉપર આવેલ પેટ્રીઆ સ્યુટ્સ હોટલના અમુક ભાગને આયુર્વેદિક કોવીડ કેર સેન્ટરમાં તબદીલ કરવામાં આવ્યો. તેનું નામ શતમ્ આયુર્વેદિક કોવીડ કેર સેન્ટર રાખવામાં આવ્યું.

         આયુર્વેદ ક્ષેત્રે ૩૬ વર્ષ કરતા વધારે સમયથી કાર્યરત નામાંકિત આયુર્વેદાચાર્ય, જામનગરની આયુર્વેદ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપલ, વૈદ્ય હિતેશભાઈ જાનીએ આ સેન્ટરનું સંચાલન સંભાળ્યું. કોરોનાના પ્રાથમિક અને મધ્યમ સ્તરના દર્દીઓની અહીં સારવાર કરવામાં આવી હતી. વૈદ્ય હિતેશભાઈની સાથે મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની ફરજ પ્રત્યે પ્રતિબદ્ધ ટીમ જોડાઈ. આ ટીમે બે – અઢી માસના ગાળામાં અંદાજે અઢીસો દર્દીઓની આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરી અને તેમને નવજીવન બક્ષ્યું. શતમ્ આયુર્વેદિક કોવીડ કેર સેન્ટરની વિશેષતા એ હતી કે વૈદ્ય હિતેશભાઈ જાની દ્વારા સંશોધિત, રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા પ્રમાણિત અને આયુષ મંત્રાલય દ્વારા માન્ય કરવામાં આવેલ ઔષધો થકી જ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. સારવારનું યોગ્ય પરિણામ મળ્યું અને કોરોના સંક્રમિત દર્દીઓ ઝડપથી સાજા થયા.

         પેટ્રીઆ સ્યુટ્સના અતિ આધુનિક, ઘર જેવા શાંત અને સગવડતાયુક્ત કુદરતી વાતાવરણમાં આયુર્વેદ, યોગ તથા ભારતીય જીવનશૈલીનો સુમેળ સધાયો. રોગ સામે લડત આપવા દર્દીઓને તેમની તાસીરને અનુરૂપ પૌષ્ટિક ખોરાક આપવામાં આવતો હતો. કોરોનાના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓમાં ફેફસાને લગતી સમસ્યાઓ, નબળાઈ, લોહીના ગઠ્ઠા જામવા, કીડની પર અસર, થાક લાગવો જેવી ફરિયાદો આયુર્વેદિક પદ્ધતિથી સજા થયેલ દર્દીઓમાં જોવા જ ન મળી. ઉલટાનું જે લોકો આયુર્વેદિક પદ્ધતિથી સજા થયા તેઓ વધુ સ્વસ્થ તથા ઉત્સાહથી ભરપુર જોવામાં આવ્યા. ટ્રસ્ટ દ્વારા પ્રોફિટના ઉદ્દેશ વગર સેન્ટર ચાલતું હોવાથી દર્દીઓને ખુબજ ઓછા ખર્ચમાં સારવાર મળી. આયુર્વેદ વિશ્વની સૌથી જૂની અને કારગત નીવડેલી પદ્ધતિ છે.

વધુ માહિતી માટે

www.shatamcare.com

કોન્ટેક્ટ નં. ૭૯૯૦૬૪૪૮૨૭


કોરોનામાં પરિવાર ના મુખ્ય કમાઉ વ્યક્તિ ને ગુમાવનાર પરિવારને સહાય

         રાજકોટ ખાતે વિવિધ સેવામાં કાર્યરત અન્નપૂર્ણા ગૃપ તથા અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ બંને સાથે મળીને તા. ૦૧ માર્ચ ૨૦૨૧ બાદ મધ્યમ તથા નબળા પરિવારોએ કોરોનાથી મુખ્ય કમાઉ વ્યક્તિના મૃત્યુની ખોટ ભોગવી, કોવીડના કપરા સમયમાં તે પરિવારો પાસે આવકનો કોઈ સ્થાયી સ્રોત ન હોય અને પોતાનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડે એવા કુટુંબોને સહાય આપવા પ્રયત્નશીલ બન્યા. જેમાં રાજકોટ સીટીમાંથી આશરે ૩૦૦ જેટલા પરિવારોના ફોર્મ ભરાણા. આ પરિવારોને કોઈ ચોક્કસ વસ્તુની મદદ ન કરી ને તેમની જરૂરિયાત પ્રમાણેની સહાય કરવામાં આવી. તેના માટે એક માળખું તૈયાર થયું જેમાં વોલન્ટીઅર્સ મોટી સંખ્યામાં મદદ માટે આગળ આવેલા. પરિવારના ઘરે જવું, વિગતોની ખરાઇ કરવી, કુટુંબીજનોને આશ્વાસન આપવું, તથા સહાયમાં તેમને કઈ જરૂરિયાત મુખ્ય છે તેની પણ ચકાસણી કરવી. મુખ્ય ચાર પ્રકારે મદદ કરવામાં આવી હતી - મૂળભૂત જરૂરિયાત ની સહાય જેવી કે રેશન કીટ અને દવાના વાઉચર; રોજગાર લક્ષી સાધનો માં મદદ - સિલાઈ મશીન, ટાઈલ્સ-કટર મશીન, પાર્લર કીટ, ઈડલીનું ખીરું બનાવવાનું મશીન, ટીફીન સર્વિસ ચાલુ કરવા માટેના વાસણ; ઉપરાંત શિક્ષણમાં અને સરકારી સહાય, વિધવા સહાય, વૃદ્ધ સહાય, વાલી ગુમાવનાર બાળકના પાલક માતા-પિતાને મળતી સહાય, કોરોનામાં એક વાલી અને બન્ને વાલી ગુમાવનાર બાળકો માટે રાહત વગેરે ના ફોર્મ ભરવામાં મદદ.